સાણંદના આનંદનગર પાસે 15 દિવસ અગાઉ અકસ્માત કરી ફરાર થયેલ કાર ચાલકની ધરપકડ કરાઇ : અકસ્માતમાં યુવકનું મોત થયું હતું
સાણંદના આનંદનગર પાસે 15 દિવસ રોડ પર જતાં રાહદારીને અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરી ફરાર થયો હતો જે અંગે સાણંદ પોલીસે ગુનો નોંધી આરોપીને પાડવા તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી મદદથી અકસ્માત કરી ફરાર થયેલ મૂળ કડીના કાર ચાલકે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિત મૂળ દાહોદના દેવ ગઢબારીયાના 37 વર્ષીય પંકજભાઈ ચોથાભાઈ નાયક સાણંદ ખાતે મજુરી કામ કરવા માટે આવેલ હતા અને ગત 25 ફેબ્રુઆરીએ રાત્રે આનંદનગર ગામ નજીક વિરમગામ-સાણંદ હાઇવે રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે પંકજભાઈ ચોથાભાઈ નાયકને ટક્કર મારી અકસ્માત ફરાર થયો હતો, જેમાં પંકજભાઈ ઘટના કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અને સાણંદ પોલીસ સ્ટેશનમાં અરવિંદભાઈએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતાં સાણંદ પોલીસે ગુનો નોંધ્યો હતો.
સાણંદ પી.આઈ આર.એ. જાદવએ સર્વેલન્સ પો.સ.ઇ. એમ.એન.રાઠોડની આગેવાનીમાં સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસથી આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન સર્વેલન્સ પો.સ.ઇ. તથા સર્વેલન્સ સ્ટાફના હે.કો.નિરંજનભાઇ ગોવિંદભાઇ પી.સી.ભરતભાઇ વિજયભાઇ, પો.કો. કિરીટસિંહ, પી.સી.પ્રશાંતકુમાર સુખદેવભાઇ, પો.કો.મુસ્તાકભાઇએ ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલ રૂમના સી.સી.ટી.વી. ફુટેજની તપાસ હાથ ધરી હતી. સાણંદ પોલીસે અલગ અલગ 10 સીસીટીવી ફૂટેજની તપાસ કરતા કાર ચાલકે રાત્રીના અંધારાના સમયમાં રોડ ઉપર ચાલતા જતા પંકજભાઈ ચોથાભાઈ નાયકને ટક્કર મારી હોવાનું સામે આવ્યું હતું અને ફરાર કાર ચાલક મૂળ કડીના ઘુઘલા ગામનો અને હાલ અમદાવાદના સોલા ખાતે રહેતો 28 વર્ષીય કિશન જયંતીભાઇ મકવાણાની ધરપકડ કરી છે.
