પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે, વિકાસના કાર્યોનું કરશે ખાતમુર્હત અને લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે PM મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે. મહત્વનું છે કે, આજે રાજ્યમાં અનેક વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. PM મોદી આજે 10 નવી વંદે ભારત ટ્રેનને ફ્લેગઓફ કરશે. આ સાથે અમદાવાદમાં વિવિધ 85 હજાર કરોડના કામોનું શિલાન્યાસ કરવામાં આવશે. આ સાથે જ પ્રધાનમંત્રી સમર્પિત ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મોદી સભામાં હાજર રહેશે.
સાબરમતી ડી કેબિન રેલવે સ્ટેશને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ 9.30 કલાકે સાબરમતી આશ્રમ જવા રવાના થશે. ત્યારબાદ 10 વાગ્યે વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમના નવીનીકરણનો પ્રોજેકટ નિહાળશે. સાડા 10 વાગ્યે અભયઘાટ પર સભા સંબોધન કરશે. અહીં તેઓ ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ પાછળ સરકાર 1200 કરોડ ખર્ચશે અને આખા આશ્રમની કાયાપલટ કરશે. ત્યારબાદ તેઓ સાબરમતી ગાંધી આશ્રમ નજીક આવેલા અભય ઘાટ મેદાન ખાતે વિશાળ જનસભાને સંબોધશે. ગુજરાતી વડાપ્રધાન રાજસ્થાન જવા રવાના થશે.ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે. એક સ્ટેશન એક ઉત્પાદન સ્ટોલ, ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ, ગુડ શેડ અને જન ઔષધી કેંદ્રનું લોકાર્પણ કરશે.
