અમદાવાદ પાસેના કઠલાલના ગોડાઉનમાં LCBએ રેડ કરી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો : 2ની અટકાયત
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા અમદાવાદ ગ્રામ્ય ઇ/ચા પોલીસ અધિક્ષક હિમાંશુ વર્મા નાઓ દ્વારા જીલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ ASI વિજયસિંહ મસાણી તથા HC જયદિપસિંહ ચાવડા નાઓને મળેલ ચોક્કસ અને આધારભૂત બાતમી આધારે કણભા પો.સ્ટે. વિસ્તારના કુહા ગામની સીમ, અમદાવાદ કઠલાલ રોડ, શ્રીરામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉન નં. ૩૬ માંથી આરોપીઓના કબજા ભોગવટા વાળા વાહન તથા ગોડાઉન માંથી ભારતીય બનાવટની વિદેશી દારુની અલગ-અલગ બ્રાન્ડની કાચની શીલબંધ બોટલો કુલ નંગ ૭૪૬૪ કિ.રૂ.૧૧,૮૮,૧૬૦/- તથા ટાટા કંપનીનું ઇન્ટ્રા વી-૩૦ નં. કિ.રૂા.૨,૦૦,૦૦૦/- મળી કૂલ કિ.રૂ. ૧૩,૯૮, ૧૬૦/-ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી લીધાં હતા.
પકડાયેલ આરોપી:-
(૧) કરનારામ સ/ઓ પુનઃમારામ થાનારામ ખીલેરી (બિશ્નોઈ) રહે. સોનેડી ગામ, થાના સેડવા તા.સેડવા જી.બાડમેર, રાજસ્થાન (૨) વિરેન્દ્ર સ/ઓ હડમાનરામ ઉર્ફે હનુમાનરામ કરનારામ ગોરા (બિશ્નોઈ) રહે. ડોલી કલા ગામ થાના કલ્યાણપુર, તા.પંચપદરા જી.બાલોતરા રાજસ્થાન
