PM મોદી અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાતે

રૂ.1200 કરોડના ખર્ચે આશ્રમનો પુનઃવિકાસ કરાશે

ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલપમેન્ટ : PM મોદી અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાતે લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલપમેન્ટ માટે PM મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા અને માસ્ટર પ્લાન નિહાળ્યો હતો, બાદમાં સાબરમતી ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનનું રિમોટના માધ્યમથી લોન્ચિંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે. ગાંધી આશ્રમ 55 એકર જમીનમાં રિડેવલપ કરવામાં આવશે. 1200 કરોડના ખર્ચે આશ્રમનો કાયાકલ્પ થવાનો છે જેને લઈ વડાપ્રધાન આજે અમદાવાદ આવ્યા હતા અને હ્રદયકુંજની મુલાકાત પણ લીધી હતી.

Social