મહેસાણાના સ્ક્રેપ યાર્ડમાં લોખંડના ભંગારની ચોરી કરી રહેલા SRPનો કોન્સ્ટેબલ રંગેહાથ પકડ્યો
સૂત્રોના કહેવા મુજબ મહેસાણાના સાંથલ સ્ક્રેપ યાર્ડમાં પડેલા ભંગારનો કેટલાક ઈસમો ચોરી કરતા હોવાની બાતમી મળતા સિક્યુરિટી ઇન્સ્પેક્ટર તેની ટીમ સાથે તપાસ કરતા સ્થળ પર સફેદ ગાડીમાં અજાણ્યા બે ઈસમો લોખંડનો ભંગારનો સામાન ભરતા દેખાતા હતા. તે દરમિયાન એક ઈસમ ભાગી ગયો હતો અને એક ઝડપાઇ ગયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, એસ.આર.પી જવાન હોવાનું ખૂલ્યું હતું પોલીસે તેને રંગેહાથ ઝડપી ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. સાંથલ પોલીસમાં 3 સામે ફરિયાદ દાખલ થઈ છે.
317