ખરડોસણના પાટિયા પાસે ઇકોનું ટાયર ફાટતાં પલટતાં 6 લોકોને ઈજા

      ડીસાના ખરડોસણ ગામના પાટીયા પાસે ઈકોનું ટાયર ફૂટતા પલટી ખાધી હતી. જેમાં છ વ્યક્તિને ઈજા થતાં તેમને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
       ડીસા તરફથી એક ઇકો પાટણ તરફ જઇ રહી હતી. ત્યારે ડીસા-પાટણ હાઈવે પર આવેલ ખરડોસણ ગામના પાટીયા પાસે અચાનક ઇકોનું ટાયર ફાટતાં ચાલકે સ્યેટરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં ઇકો પલટી ખાઇ ગઇ હતી. જેમાં ઇકોમાં સવાર છ વ્યક્તિને ગંભીર ઇજા થવા પામી હતી. જેમને 108 દ્વારા ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં તેમની હાલત વધારે નાજુક જણાતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
Social