અમદાવાદના વસ્ત્રાલ પાસે વૃદ્ધ મહિલાને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા મોત
વસ્ત્રાલ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં અજાણ્યા વાહનચાલકે વૃદ્ધાને અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં ટ્રાફિક-પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
વસ્ત્રાલમાં રતનપુરા ગામ પાસે 63 વર્ષીય ઉષાબેન પીઠડિયા નામની મહિલા એક્ટિવા લઈ નીકળ્યાં હતાં. ત્યારે રોડ ઉપર તેઓ જતાં હતાં એ દરમિયાન અચાનક જ કોઈ અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટે લીધાં હતાં, જેમાં તેઓને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માત થતાં આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. અકસ્માત બાદ વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આઈ ડિવિઝન ટ્રાફિક- પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફરાર વાહનચાલકને પકડવા તપાસ હાથ ધરી છે.
227