અમદાવાદમાં ટૂ-વ્હીલર પર નબીરાઓનો સ્ટંટ કરતો વીડિયો વાઇરલ
સૂત્રો પાસેથી માહિતી વિગત અનુસાર અમદાવાદના મીઠાખળી અંડર બ્રિજમાં જાહેર રોડ પર ટૂ-વ્હીલર વડે સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા નબીરાઓને વીડિયો વાઇરલ થયો હતો. નબીરાઓ સ્ટંટ કરીને રોડ પર તણખા કરી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે વાહનના નંબરના આધારે ફૈઝ શહીદ કુરેશી, મોહમ્મદ સમીર મોહન અસલમ અને નૂર મોહમ્મદ કુરેશીની ધરપકડ કરી છે. આરોપીઓ તેમના અલગ અલગ ટૂ-વ્હીલર વડે સ્ટંટ કરી રહ્યા હતા. જે બદલ પોલીસે વાહન જપ્ત કરી ધરપકડ કરી છે.
