સાણંદમાં વકીલનું અપહરણ પૈસાની લેતીદેતી મામલે થયું : DYSP સાણંદ
ગત બુધવારે તેલાવ પાસે હાઇવે પર કારમાં આવેલ અજાણ્યા ઇસમોએ સાણંદ બાર એસોસિએશન પ્રમુખનું કારમાં અપહરણ કરી 1 કરોડની ખંડણી વસૂલ્યા બાદ છુટકારો આપતા નામ જોગ ત્રણ ઈસમો થતા અજાણ્યા 6 ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. જે કેસમાં જમીનના પૈસાની લેતી દેતી મામલે વકીલનું અપહરણ થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ અંગે સાણંદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીએ કહ્યું કે મહેશભાઈ દ્વારકાદાસ પટેલને ગૌતમભાઈ રાવલ સાથે જૂનું મન દુખ ચાલી રહ્યું છે, પૈસાની લેવડદેવના પ્રશ્ન હોવાનું જણાવ્યુ છે. જાણો નાયબ પોલીસ અધિક્ષકે શું કહ્યું…
