Breaking News

સાણંદમાં રેલવેની અસુવિધા મુદ્દે લોકોમાં જનાક્રોશ

સાણંદમાં આજે મહેસુલ ભવનમાં રેલ્વેની અસુવિધા મુદ્દે જનાક્રોશ જોવા મળ્યો હતો. સાણંદમાં રેલવે માટે છેલ્લા દસ વર્ષથી લડત ચાલી રહી છે જેમાં સાણંદ તાલુકા ડેવલપમેન્ટ કાઉન્સિલના મંત્રી શામજીભાઈ પટેલ થી લઈને હાલ લડત ચલાવી રહેલા અરવિંદસિંહ વાઘેલા સુધી સામેલ છે, આજે અરવિંદસિંહ વાઘેલાની આગેવાનીમાં સાણંદમાંથી પસાર થતી 25 ટ્રેનોને સાણંદ રેલવે સ્ટેશન એ સ્ટોપેજ આપવા માટે રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને આક્રોશ ઠાલવી રજૂઆત કરવામાં આવી હતી કે સાણંદને વહેલામાં વહેલી તકે રેલ નું સ્ટોપેજ મળે.

Social