ધ્રાંગધ્રાના પાસે કારમાં દારૂ સહિત રૂ.16.96 લાખનો મુદ્દામાલ ઝડપાયો
કુડા રણમાંથી વિદેશી દારૂ ભરેલી સફેદ કલરની કાર નિમકનગર તરફ આવતી હોવાની બાતમીના આધારે પોલીસે કુડા નિમકનગર નજીકથી ફોરવીલ કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. કાર સહિત રૂ.16,96,200 મુદ્દામાલ ઝડપી પાડી કારના માલિક સામે ગુનો દાખલ કર્યો છે.
ધ્રાંગધ્રા પોલીસેને કુડા રણમાંથી એક સફેદ કલરની કારમાં વિદેશી દારૂના જથ્થા બાબતે ખાનગી રાહે બાતમી મળી હતી. જેથી પોલીસ ટીમે કુડા નિમકનગર નજીક સફેદ કલરની કાર આવતા કુડા નિમકનગર બેઠા નાળા નીચે થઈને બાવળની વાડમાં કાર મૂકીને ચાલક ફરાર થયો હતો પોલીસે કારમાં તપાસ કરાતા વિદેશી દારૂ અને બીયરની અલગ અલગ બ્રાન્ડની બોટલો અને કાર સહિત કુલ રૂ. 16,96,200નો મુદ્દામાલ ઝડપી કારના ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી.
183