બોપલમાં જુગાર રમતા 6 નબીરા રૂ.1.25 લાખના મુદ્દામાલ સાથે LCB ટીમે દબોચ્યા

જીલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ ASI ભરતસિંહ ચૌહાણ તથા PC પ્રદિપસિંહ રાઠોડને મળેલ સંયુક્ત બાતમી આધારે બોપલ ગામ, તળાવની પાસે, સ્મશાન પાછળ, નાના રાવળ વાસ ખાતે આવેલ ખુલ્લી જગ્યામાં પૈસા પત્તા વડે પૈસાની હાર-જીતનો તીન- પત્તીનો જુગાર રમી/રમાડતા કુલ-6 ઇસમોને પકડી લઈ રોકડ સહીત વાહનો, અન્ય મળી કુલ કિ.રૂ.૧૨૫૩૧૦/-ના મુદ્દામાલ સાથે વિજય ગાભાજી ઠાકોર (રહે, બોપલ ગામ), કિરણ ઉર્ફે કરણ બબાજી ઠાકોર (રહે, બોપલ ગામ), અર્જુન ઉર્ફે પિન્ટુ જગદિશ રાવળ (રહે, બોપલ ગામ), અજય રમેશભાઈ ઠાકોર (રહે, બોપલ ગામ), વિજય ઉર્ફે પાડો જગદિશ રાવળ રહે, (રહે, બોપલ ગામ), કનુભાઇ ઉર્ફે કાળાભાઇ છનાભાઇ રાવળ (રહે, બોપલ ગામ)ને પકડી તમામ સામે બોપલ પોલીસમાં ગુનો નોંધયો છે.

Social