પેથાપુરમાં લગ્નમાં અમને પત્તા કેમ રમવા નહોતો દેતો તેમ કહી 2 શખ્સનો યુવક પર હુમલો

યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. તું લગ્નમાં અમને પત્તા કેમ રમવા નહોતો દેતો તેમ કહી 2 શખ્સે યુવક પર હુમલો કરતા કલોલ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ ગોપાલજી મણાજી ઠાકોરે કલોલ શહેર પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ ઓધારજીના પરું મોટી આદરજ ગાંધીનગર ખાતે રહે છે. આજે તેઓ તથા તેમના મિત્રો મહેશજી પરબતજી ઠાકોર, સુનિલજી ઠાકોર, જયેશજી અજમલજી ઠાકોર તેમના ગામ મેડા આદરજ ગામથી કડી મુકામે જાનમાં ગયેલ અને ત્યાંથી સાંજના પાંચેક વાગ્યે ઘરે જવા નીકળેલ તે દરમિયાન સાંજના આશરે પોણા છ વાગે ગાયત્રી મંદિર કલોલ પાસે ભોલો દંતાણી તથા એક ઈસમતેને બૂમ પાડી ગાડીમાં બેસાડી લઇ ગયેલ. અને સિકંદરાબાદ હોટલથી સર્વિસ રોડ નજીક ખુલ્લા મેદાનમાં લઈ જતા તેમની સાથેના તેના મિત્રો તેમની ગાડી લઈ પાછળ આવેલા. અને ભોલો દંતાણી તેને મેદાનમાં લઇ જઈને ગાળો બોલી કહેલ કે તુ પેથાપુરમાં લગ્નમાં અમને પત્તા રમવા કેમ નહોતો દેતો તેમ કહી પ્લાસ્ટિકના જાડા વાયરના કવર પાઇપ પટ્ટા વડે તેને બરડામાં તથા હાથે પગે માર મારતા તેઓએ બૂમાબૂમ કરતા મિત્રોએ તેમને બચાવેલ અને જતા જતા ધમકી આપેલ અને કહેલ કે હવે પછી અમારું નામ લીધું છે તો તને જાનથી મારી નાખીશું તેમ કહી ફોરવહીલર ગાડી લઈને જતા રહેતા તેઓએ બંને આરોપી વિરુદ્ધ કલોલ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Social