સાણંદ તેલાવ ગામે વિદેશી દારૂનો વેપલો કરતો 1 યુવક પકડાયો, 2 વિરુદ્ધ ગુનો

સાણંદ આસપાસના વિસ્તારમાં વિદેશી દારૂનો વેપલો વધ્યો હોવાનું પોલીસને ધ્યાને આવતા પોલીસે આવા સ્થળો અંગે તપાસ કરતા સાણંદના તેલાવ ગામેથી દારૂના જથ્થા સાથે એક યુવકને પડકી બે ઈસમોએ સામે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાણંદ પોલીસે સ્ટેશનના પો.કો. હરપાલસિંહ મુળરાજસિંહને બાતમી મળેલ કે તેલાવ ગામે મોટા ઠાકોરવાસમા રહેતો શૈલેષભાઇ લાલાભાઈ ઠાકોર ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો વેપાર કરે છે જેથી તાત્કાલિક સાણંદ પોલીસે સ્ટેશનના પી.એસ.આઈ આર.કે.ચાવડા,પો.કો મુકેશદાન ફતેસિંહ, એ.એસ.આઇ જનકસિંહ પ્રતાપસિંહ, પો.કો. મહિપાલસિંહ સુરેન્દ્રસિંહ સહીત પોલીસ ટીમે તેલાવ ગામે મોટા ઠાકોરવાસમા રેડ કરી કપડાની થેલી લઈ ઉભો રહેલા ઈસમ શૈલેષભાઇ લાલાભાઈ ઠાકોર (ઉ.27)ને પકડી લઇ લીધો હતો અને કપડાની થેલામાં તપાસ કરતા ભારતીય બનાવટના પરપ્રાંતિય વિદેશીની 10 નંગ બોટલ,૪ બિયરના ટિમ મોબાઈલ મળી રૂ.15,400નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે શૈલેષની વિદેશી દારૂના જથ્થા બાબતે પુછપરછ કરતા તેલાવ ગામે રહેતો રાજુભાઇ ઉર્ફે વિક્કી ભીખાભાઈ ઠાકોર પાસેથી લાવેલ હોવાનુ જણાવતા સાણંદ પોલીસે પડકેલ શૈલેષભાઇ લાલાભાઈ ઠાકોર અને રાજુભાઇ ઉર્ફે વિક્કી ભીખાભાઈ ઠાકોર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Social