રાજકોટમાં મનપાની ટીમે બાકી વેરો વસુલવા 33 મિલકત સિલ કરી, 21 મિલકતધારકોને નોટિસ ફટકારી

રાજકોટ મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2023-24નો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે વેરા વિભાગ દ્વારા રજાના દિવસે પણ વસુલાત હાથ ધરી હતી મનપાની ટીમોએ બાકી વેરા વસુલાત માટે 33 મિલકતને સીલ કરી 21 મિલકતધારકોને નોટિસ ફટકારી હતી અને કુલ રૂ.25.20 લાખનો બાકી વેરો વસૂલયો હતો. વેરા વસુલાતનો કુલ આંકડો 343.08 કરોડ પર પહોંચ્યો છે.
મનપાની ટીમએ શહેરના ભક્તિનગર રોડ પર આવેલા ‘દેવાગ કોમોડીટીઝ’ને સિલ કરવામાં આવી હતી,ગોંડલ રોડ પર ‘સમુદ્ધિ ભવન”ને પણ સીલ કરવામાં આવી હતી. જ્યારે મોટી ટાંકી ચોક પાસે પ્રતિભા એપાર્ટમેન્ટ થર્ડ ફ્લોર શોપ નં- 301 ના બાકી માગણા સામે સિલની કાર્યવાહી કરતા રિકવરી 1.77 લાખ અને વિજય પ્લોટ શેરી નં-11/12 1-યુનિટના બાકી માંગણા સામે સિલની કાર્યવાહી કરતા રિકવરી 4.21 લાખ થઈ હતી. તેમજ કનક રોડ ખાતે આવેલ સહયોગ એપાર્ટમેન્ટમાં ઘર નં-204ને સિલ કરી દેવાયું હતું. જેને લઈને શહેરમાં બાકી વેરો રાખનાર મિલકતધારકોમાં ફફડાટ ફેલાયો છે.

Social