અમદાવાદમાં સેટેલાઈટમાં દારૂની મહેફિલ માણતા 6 ઇસમો પકડાયા

અમદાવાદ શહેરમાં સેટેલાઈટ સેન્ટરના એક ફલેટમાં દારૂની મહેફિલો થતી હોવાની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે દરોડો પાડીને દારૂની મહેફિલ માણી રહેલા 6 ઇસમોને ઝડપી લીધા હતા. પકડાયલ ઇસમો મિત્રો હોવાનું ખૂલ્યું છે.
વસ્ત્રાપુર પોલીસે બાતમી આધારે સેટેલાઈટ સેન્ટરના એક ફલેટમાં રેડ કરી દારૂની મહેફિલ માણી રહેલા મયુર પવાર (વસ્ત્રાપુર ગામ), વિશાલ સૂર્યવંશી(શ્રીનાથ એપાર્ટમેન્ટ, વસ્ત્રાપુર), અમરનાથ જૈસવાલ (ચાંગોદર), કાંતિ ઠાકોર(વૃન્દાવન આવાસ, વસ્ત્રાપુર), મહેશ ભરવાડ (રવિ રેસિડેન્સી, વસ્ત્રાપુર), પ્રદિપસિંહ સોલંકી(પલક સેન્ટર, વસ્ત્રાપુર) ને ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Social