અમદાવાદના શ્યામલ ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસે કાર્ડ સાથે ઉભા રહીને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપિલ કરી.
રાજ્ય સહિત અમદાવાદમાં અકસ્માતના દિન પ્રતિ દિન બનાવો વધવા લાગ્યા છે, તાજેતરમાં શહેરમાં એક યુવતીને મહિલા કાર ચાલકે અડફેટે લેતા મોત થયું હતું. વળી ટ્રાફિક સિંગલ બંધ થવાની ઉતાવળ કરતાં ચાલકોના કારણે અગાઉ અનેક નાના મોટા અકસ્માતના બનાવ બન્યા છે
ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે કાર્ડ સાથે ઉભા રહીને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપિલ કરી છે. જેમાં એન ટ્રાફિક પોલીસ સ્ટેશન”ના શ્યામલ ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસના કર્મીઓ દ્વારા કાર્ડ સાથે ઉભા રહીને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જરૂરી માર્ગદર્શન આપી નિયમોનું પાલન કરવા અપિલ કરી છે.
