સાણંદ નગરમાં શહીદ દિન નિમિત્તે કસુંબલ ડાયરા દ્વારા રોમે રોમમાં પાનો ચડાવતી શબ્દાંજલી એટલે “વિરાંજલી”
સાણંદના યુવા આગેવાન પ્રદિપસિંહ વાઘેલા, જેઓ ભાજપમાં પ્રદેશ કક્ષાએ મહામંત્રી જેવું કદાવર પદ ભોગવી ચૂક્યા છે, અને હાલ ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે વિવિધ વિકાસ કાર્યો આગળ ધપાવી રહ્યા છે ત્યારે, વર્ષો જૂની તેમની ઓળખ સમી વિરાંજલી કેમ ભુલાય ?
ચાલુ વર્ષે શહિદ દિન 23 માર્ચના રોજ રાત્રે 8:00 કલાકે વિરાંજલી કાર્યક્રમ સાણંદના એકલિંગી રોડ, દર્શન એલીગન્સ ની સામે યોજાનાર છે, આ કાર્યક્રમમાં સાઇરામ દવે ,કિર્તીદાન ગઢવી તેમજ બીજા અનેક નામી કલાકારો, પોતાની આગવી શૈલીમાં. શહીદોને વિરાંજલી અર્પણ કરશે, ત્યારે આ વિરાંજલી કાર્યક્રમમાં ભાગ લેવા માટેના પાસ, કાર્યક્રમનું સ્થળ એટલે કે એકલિંગજી રોડ સાણંદ, સાણંદ તાલુકા સંઘ તેમજ મુનિ કૃપા હાઉસ વાઘેલા બોર્ડિંગ ની બાજુમાંથી મેળવી શકાશે.
