અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ મીડિયા મોનિટરિંગ સેન્ટરનું નિરીક્ષણ કર્યું

દેશ સહીત ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થતાંની સાથે આદર્શ આચારસંહિતા અમલ શરૂ થયો છે. ત્યારે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી. કે.ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. ચૂંટણીમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં આવતા ફેક ન્યૂઝ, પેઈડ ન્યૂઝ અને આચારસંહિતાના ભંગને લગતી બાબતો પર નજર રાખવા બાબતે અમદાવાદ કલેકટર કચેરી ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સંચાલિત ઈલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Social