શાંતિપુરાથી સાણંદ સરખેજ બ્રિજ સુધી હાઇવે પર બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા માંગ
સાણંદના શાંતિપુરા બ્રિજથી સાણંદ સરખેજ બ્રિજ સુધી જતા હાઇવે રોડ પર ઘણા સમયથી કેટલીક સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં છે, વળી રોડ પર અનેક જગ્યાએ મોટા ખાડા હોવાથી અનેક ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે, રાત્રે સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અહીંયાથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકો ખાડામાં પાડવાની અનેક ઘટનાઓ સર્જાઈ છે, ત્યારે બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા સાથે શાંતિપુરા થી સરેખજ સુધી રોડ નું પાકું સમારકામ કરવા વાહન ચાલકો એ માગ કરી છે.
