મકાન તેમજ પશુપાલન પર 30 ટકા સબસીડીવાળી લોન અપાવીશ તેમ કહી 4 લાખથી વધુની રકમ પડાવી બે આરોપીઓએ છેતરપિંડી આચરી
માણસાના મનેકપુરા ગામે બે આરોપીઓએ પોતે સરકારી મુદ્રા લોનનું કામ કરે છે અને બધી બેન્કોના મેનેજર સાથે સીધા સંપર્કમાં છે. અને તમેં ગ્રાહકો શોધી આપો દરેક ગ્રાહકને મકાન ઉપર તેમજ પશુપાલન ઉપર 30 ટકા સબસીડી વાળી લોન વીસ દિવસમા કરાવી આપવાનું જણાવી બેન્કમાં ખાતુ ખોલાવી એગ્રીમેન્ટ કરાવવાના ખર્ચાના તથા બોન્ડ પેટે પૈસા આપવા પડશે તેમ જણાવી ગ્રાહકો પાસેથી ફોન પે તથા ઓનલાઇન મળી કુલ રૂ.4,22,500 /-તથા આધારકાર્ડ તથા ચુંટણી કાર્ડ વગેરે ડોક્યુમેન્ટોની નકલો લઈ જઈ પૈસા પણ પાછા નહી આપી વિશ્વાસપાત છેતરપીંડી આચરતા માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.
પ્રવિણસિંહ પ્રહલાદસિંહ માનસિંહ ચાવડાએ માણસા પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ ગામ માણેકપુર, દરબારવાસ, તા માણસા ખાતે રહે છે. તેઓએ પ્રકાશસિંહ ચૌહાણ અને રાકેશ દરજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બંને આરોપીઓએ 28 ગ્રાહકને મકાન ઉપર તેમજ પશુપાલન ઉપર 30 ટકા સબસીડી વાળી લોન વીસ દિવસમા કરી આપીશ તેમ કહીને છેતરપિંડી આચરી છે. બેન્કમાં ખાતુ ખોલાવી એગ્રીમેન્ટ કરાવવાના ખર્ચાના તથા બોન્ડ પેટે પૈસા આપવા પડશે તેમ કહી 28 ગ્રાહકોના કુલ રૂ.4,22,500 પડાવી પૈસા પાછા ના આપતા બંને વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
160