અદાણી શાંતિગ્રામ નજીક એક કાર ચાલકે સૂતેલા કૂતરા પર ગાડી ચડાવી દીધી, CCTV સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ગાંધીનગરમાં બેફામ ગાડી ચલાવીને રસ્તા પર ફરતા અબોલ જીવને ટક્કર મારી તેમને અકસ્માતમાં મારી નાખતા અનેક વાહન ચાલકો સામે ભાગ્યે જ કાર્યવાહી થતી હશે. પરંતુ શહેરમાં એક સીસીટીવીના આધારે કાર નીચે ડોગને કચડી નાખી ઈજાગ્રસ્ત કરનાર કાર ચાલક સામે ગુનો નોંધાયાની ઘટના સામે આવી છે. આથી અડાલજ પોલીસ સ્ટેશને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે હરિઓમ ભારતી નંદરામ તેઓ ડોગ ટ્રેનર તરીકે કામ કરે છે. અને તેઓ ચાંદખેડા અમદાવાદ ખાતે રહે છે, અને અદાણી શાંતિગ્રામ ખાતે ડોર ટુ ડોર ડોગ ટ્રેનરનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે,. ગત 2 માર્ચના અદાણી ખાતે રહેતા રૂચિતા જોશીએ તેમને ફોન દ્વારા જાણ કરી હતી કે અદાણી કોમ્યુનિટી ડોગ જેનું નામ ચીકુ તથા ટોબી તેન ઈજાઓ થયેલ છે. અનેં ત્યાં જઈને સીસીટીવી ચેક કરતા સફેદ કલરની કારના ચાલકે પૂર ઝડપે ગફલતભરી હંકારી લાવી બંને ડોગ પર કાર ચડાવી દેતા બંનેને ગંભીર ઇજાઓ થવા પામી છે. આથી એક કાર ચાલક સૂતેલા કૂતરા પરથી પોતાની ગાડી લઇ જતો દેખાયો હતો. આ સીસીટીવીના આધારે અજાણયા કાર ચાલક વિરુદ્ધ અડાલજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Social