ધોળકાના ડડુસર ગામેથી યુવક ઈંગ્લીસ દારૂના જથ્થા સાથે LCBએ દબોચી લીધો

અમદાવાદ જીલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ગ્રામ્ય LCB ઇન્સપેક્ટર, આર.એન.કરમટીયા કાર્યવાહી હાથ ધરી છે. LCB ટીમને મળેલ ચોક્કસ અને આધારભૂત બાતમી આધારે ધોળકા રૂરલ પો.સ્ટે. વિસ્તારના મોજે ડડુસર ગામ, દેવીપુજક સમાજના સ્મશાન પાસે થી કિરણભાઈ જયંતિભાઈ પગી(રહે- ડડુસર ને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ ૪૩ કિ.રૂ. ૨૧,૫૦૦/- તથા બીયર ટીન નંગ ૩૭ કિ.રૂ.૩૭૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂ.૩૧,૩૩૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Social