ચાંગોદરમાં રોડ પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી
મોરૈયા ખાતે રહેતા અનુ મૂળ ઉત્તરપ્રદેશના 38 વર્ષીય વિજયબહાદુર શરીનંન્કઉ સરોજ મોરૈયા ખાતે એક ખાનગી કંપનીમાં માલી તરીકે નોકરી કરે છે. વિજયબહાદુર ઘરે હતા ત્યારે તેઓનો મિત્ર સુરેંદ્રસિંધ ગજેન્દ્રસિંઘ તોમર આવેલ અને તેઓને તેમના ઘર માટેનો સામાન લેવા માટે બાઇક લઈને ગયેલો અને તેઓ મોરૈયા થી ચાંગોદર સત્યમ મોલ ની સામે પુજા ઇલેક્ટ્રોનીક ખાતે સર્વિસ રોડ આગળ આ બાઈક પાર્કીંગ કરી દુધ લેવા માટે સરખેજ —બાવળા હાઇવે ક્રોસ કરી સામેની સાઇડ ગયેલ અને ત્યારબાદ દુધ લયને પરત આવ્યા તારે પાર્ક કરે બાઇક હતું નથી જેથી બાઇકની ચોરી અંગે સુરેંદ્રસિંધ ગજેન્દ્રસિંઘ તોમરએ તેના મિત્ર વિજયબહાદુરને જાણ કરતાં બનાવ સ્થળે પહોચીને આજુબાજુ તપાસ કરેલ પણ બાઇક મળ્યું નહિ રૂ.30 હજારની કિંમતનુ બાઇક કોઈ અજાણ્યા ઇસમે ચોરી ફરાર થઈ જતાં બનાવ અંગે વિજયબહાદુરએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કર્યો છે.
