બોપલના બિગ ડેડી ચાર રસ્તા પાસેથી બાઈક ચોર ઝબ્બે : 5 બાઈક LCBએ કબજે કર્યા
પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે બાતમી આધારે બોપલ રોડ બીગડેડી ચાર રસ્તા ખાતેથી મહેશ ઉર્ફે મઇલો ડાહ્યા રાવલ (રહે. કાવીઠા ગામ, બ્રાહ્મણ વાસ તા.બાવળા)ને ઝડપી પાડી પાડી તેની પુછપરછ કરતાં કુલ 5 બાઈક ચોરીનો ભેદ ઉકેલી કુલ કિ.રૂ. ૧,૫૫,૫૦૦/- નો મુદ્દામાલ રીકવર કર્યો હતો. LCB ટીમે યુવકને પકડી કેટલા સમયથી ચોરી કરતો હતો અને આ પકડાયેલ યુવક સાથે કોણ કોણ સંડોવાયેલ તે અંગે તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ કહ્યું છે.
બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
LCBએ પકડાયેલ બાવળાના મહેશ ઉર્ફે મઇલો ડાહ્યા રાવલે સાણંદ, વસ્ત્રાપુર, સોલા હાઇકોર્ટ પો.સ્ટે, સરખેજ, ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઈક ચોરી કરેલ હોવાનું ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
