સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદમાં “વિશ્વ ચકલી દિવસ”ની ઉજવણી કરવામાં આવી.

સાધના ફાઉન્ડેશન દ્વારા ૨૦ માર્ચને બુધવારના રોજ સાણંદ બસ સ્ટેશન વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ચકલી ઘર અને પક્ષીઓને પાણી પીવાના કુંડનું વિનામૂલ્યે વિતરણ કરી “વિશ્વ ચકલી દિવસ”ની ઉજવણી કરવામાં આવી. સંસ્થાના પ્રતિનિધિએ જણાવેલ કે આ કાર્યક્રમને જાહેર જનતાનો ખુબ જ અસરકારક પ્રતિસાદ મળેલ અને દોઢ કલાકના સમયગાળામાં જ ૧૦૦૦ ચક્લી ઘર અને ૧૦૦૦ કુંડાનું વિતરણ થયેલ.

કાર્યક્રમ દરમિયાન સંસ્થાના સ્વયં સેવકો દ્વારા લોકોને સૂચન કરવામાં આવેલ કે ચકલી ઘર તેવી જગ્યા એ લાગવા જ્યાં બિલાડી કે કુતરા ન પહોંચે તથા તેના પર પાણી ન પડે તેમજ
પક્ષીઓને પાણી પીવા માટેના કુંડને નિયમિત રીતે સફાઈ કરવા અંગે જણાવવામાં આવેલ.

Social