ખેડુતોની બનાવટી બાનાચિઠ્ઠી તૈયાર કરી જમીન પચાવી પાડવાના વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલ સાણંદના મોડાસર ગામના ઇસમની LCBએ પાસા હેઠળ અટકાયત કરી

સાણંદમાં હાલ રહેતા અને મૂળ સાણંદના મોડાસરના શખ્સ ખેડુતોની બનાવટી બાનાચિઠ્ઠી તૈયાર કરી જમીન પચાવી પાડવાના વિવિધ ગુન્હાઓમાં દાખલ થયાં હતા જે શખ્સની અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ પાસા હેઠળ અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

     પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જીલ્લામાં ગરીબ અને અભણ અને ગરીબ ખેડુતોની મોંધી અને કિંમતી જમીન બાબતે ખોટા અને બનાવટી બાનાચિઠ્ઠી/વાઉચર તૈયાર કરી જમીન પડાવી લેતા ઇસમો વિરૂધ્ધ કાયદેશરની કડક કાર્યવાહી કરવા માટે પાસા અટકાયત જેવી કાર્યવાહી આવા ગુન્હાની માહિતિ આધારે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા અમદાવાદ જીલ્લા કલેકટરએ પાસા હેઠળ અટકાયત કરવા માટે હુકમ કરતા એલ.સી.બી. ટીમે સાણંદની બ્રહ્માણી સોસાયટી રહેતા  ઘનશ્યામસિંહ ભુરૂભા સોલંકી (ઉ.40) (મુળ રહે મોડાસર ગામ)ને અટકાયત કરી પોલીસે જીલ્લા જેલ જુનાગઢ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
Social