ખંભાતના ઉંટવાડા ખાતે દર્શન કરવા જઈ રહેલા વડોદરાના પરિવારને અકસ્માત નડ્યો
ખંભાત તાલુકાના ઊંટવાડા ગામ પાસે ગોકુળપુરા પાટિયા પાસે વડોદરાના એક પરિવારને અકસ્માત નડ્યો હતો. વડોદરાનો એક પરિવાર ખંભાત ખાતેના ઊંટવાડા ગોકુળપુરા પાટિયા માતાજીના દર્શન કરવા જતાં હતા ત્યારે ગોકલપુરા પાટિયા પાસે અચાનક જંગલી ભૂંડ આવી જતા ટેમ્પો પલટી ખાઈ જતા ટેમ્પામાં બેઠેલા પરિવારના સભ્યોને વધતી ઓછી ઇજાઓ થવા પામી હતી. અકસ્માત થતાં સ્થાનિક લોકો બચાવવા માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
239