સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે અદાવત રાખી પિતા તેમજ બે પુત્રોને માર મારનાર 4 સામે ફરિયાદ
કલોલના નંદલાલ ચોક ખાતે સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે અદાવત રાખી પિતા તેમજ બે પુત્રોને માર મારનાર 4 સામે ફરિયાદ નોંધાઈ છે. કલોલ શહેર પોલીસ સ્ટેશને 4 આરોપી વિરુદ્ધ દાખલ થઇ છે.
પરશુરામ હર્ષદકુમાર ત્રિવેદીએ કલોલ શહેર પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ દવેની ખડકી, પાંચ હાટડી બજાર, કલોલ ખાતે રહે છે. અને તેમના પિતાજીએ બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકેલ હોવાથી તે બાબતે ચર્ચા કરવા નંદલાલ ચોક ખાતે ભેગા થયૅલા હતા. રૂપાલ ગામના નિતીનભાઇ પટેલ, રામાભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, શૈલૈષભાઇ પટેલ, વિષ્ણુભાઇ પટેલ, ગણપતસિંહ ચાવડા, વિપુલભાઇ શુક્લા, જીતેન્દ્રભાઇ જાદવ તેમજ ગૌરાંગભાઇ શુક્લા આ તમામ લોકો ચર્ચા કરવા આવ્યા હતા. આ બાબતે નિતીનભાઇ પટેલ, વિપુલભાઇ શુક્લા, ગણપતસિંહ ચાવડા તેમજ ગૌરાંગભાઇ શુક્લાએ પિતા તેમજ બે પુત્ર પર હુમલો કર્યો હતો. ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં સમગ્ર મામલો કલોલ પોલીસ મથકમાં પહોચવા પામ્યો હતો. જે અંગે કલોલ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
222