સાણંદના મોરૈયા ગામે મકાનમાંથી સોના-ચાંદીના દાગીના,રોકડ મળી રૂ.1.66 લાખના મુદ્દામાલની ચોરી થતા ચકચાર મચી

સાણંદ તાલુકાના મોરૈયા ગામે મહિલા કપડાં ધોવા માટે તેઓનું મકાન બંધ કરી જેઠના ત્યાં ગયા અને તે દરમ્યાન ધોળાદિવસે ચોરે મકાનમાંથી રોકડ અને દાગીનાની 1.66 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થતાં ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
સાણંદના મોરૈયા ખાતે વાઘેલા પાર્ક સોસાયટીમાં રહેતા પંકજભાઈ બચુભાઈ વાઘેલા પરિવાર સાથે રહે છે, પંકજભાઈ કંપનીમાં મજુરી નિકળેલા અને તેઓના બન્ને દિકરાઓ સ્કુલે જવા નીકળ્યા તેમજ બચુભાઇ કામ અર્થે અમદાવાદ જવા નીકળ્યા હતા અને પંકજભાઈના પત્ની દક્ષાબેન ઘરનુ કામકાજ પુરી કરી કપડા ધોવાના બાકી હતા અને તેના કપડા ધોવાનુ બાથરૂમ નવુ બનતુ હોય જેથી દક્ષાબેન કપડા ધોવા માટે ઘરના મુખ્ય દરવાજાને લોક કરી તેઓના ઘરની નજીકમા રહેતા જેઠના ત્યાં કપડા ધોવા માટે બપોરના આશરે દોઢેક વાગ્યના સુમારે ગયા હતા અને કપડા ધોઈને બપોરના આશરે સવા બે વાગ્યના સુમારે તેઓના ઘરે પરત આવ્યા ત્યારે ઘરના દરવાજાનો નકુચો તુટેલ હાલતમાં હતો, રૂમમા તિજોરીમા મુકેલી વસ્તુઓ વેરણ છેરણ પડેલ હતી અને તિજોરીમાંથી સોના-ચાંદીના આશરે 11 દાગીના,રોકડ મળી કુલ કિં.રૂ.1,66,500ની મતાની ચોરી કરી ચોર ઈસમ ફરાર થયા હોવાની જાણ થતા દક્ષાબેનએ પાડોસી અને પરિવારને જાણ કરતા લોકો દોડી આવ્યા હતા. બનાવ અંગે દક્ષાબેન પંકજભાઈ વાઘેલાએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Social