સાણંદના મનીપુરના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે, બુટલેગર ફરાર
બોપલ પોલીસને બાતમી મળેલ કે સાણંદ તાલુકાનાં મનિપુર ગામે ડેન્ટલ કોલેજ ની બાજુમાં, પ્રાર્થના ઉપવન શેડ, જલધારા-૪ પાસે રહેતા વિજય ઉર્ફે ગીરો ઇશ્વરભાઈ ઠાકોર નામનો ઈસમ તેના ઘરે ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂ વેચવાનો ધંધો કરે છે અને હાલમાં દારૂનો જથ્થો તેના ઘરમા પડેલ છે, જેથી બોપલ પોલીસે બાતમી વાળા સ્થળે રેડ કરતાં ઘરે કોઈ હાજર ન હતું અને પોલીસે રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂની 75 નંગ બોટલો નંગ (કિ.રૂ. 22,705), બીયરના 17 ટીન (રૂ. 2,550)મળી કુલ કિ.રૂ.25,255નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, રેડ દરમ્યાન વિજય ઉર્ફે ગીરો ઇશ્વરભાઈ ઠાકોર ન મળતી આવતા પોલીસે તેના વિરુદ્ધ બોપલ પોલીસમાં ગુનો નોંધયો હતો અને તેને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી.
