સાણંદના સોયલા ગામે પાર્ક CNG રિક્ષાની ચોરી
સાણંદના બાવળા રોડ પર આવેલ સોયલા ગામે રૂ.1.50 લાખની કિંમતની પાર્ક રિક્ષાની ચોરીની ઘટના બની છે.
સાણંદનાં સોયલા ગામે રહેતા અને મૂળ ખીચાના 35 વર્ષીય ભયરામભાઇ પસાભાઈ વાઘેલા રિક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને પરિવાર સાથે સોયલા ખાતે રહે છે. સાંજે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે સી.એન.જી. રીક્ષા ખેતેશ્વર ફરસાણની બાજુમાં પાર્ક કરેલી અને સવારે ચાર વાગે તેઓ જાગ્યા ત્યારે પાર્ક કરેલ રિક્ષા ન હતી. જેથી તેઓએ આજુ બાજુમાં તપાસ કરતા રીક્ષા ન મળી હતી. રૂપિયા 1.50 લાખની કિંમતની સી.એન.જી રીક્ષા કોઇ ચોર ઇસમ ચોરી કરી નાસી જતા રીક્ષાના માલિક ભયરામભાઇએ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કર્યો છે.
