સરખેજ પોલીસ સ્ટેશન પાસે ST બસમાં આગ ભભૂકી, બસ ધોળકા જતી હતી.
ધોળકા અમદાવાદ ધોળકા રૂટની એસટી બસ અમદાવાદ થી ધોળકા જતી હતી ત્યારે સરખેજ પોલીસ સ્ટેશન પાસે બસમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકા અમદાવાદ ધોળકા રૂટની ST બસ અમદાવાદ થી ધોળકા જવા માટે આશરે 90 જેટલાં મુસાફરો ભરીને જતી હતી અને સરખેજ પોલીસ સ્ટેશન પાસે રોડ પર અકાએક ST બસમાં ધુમાડા નીકળતાની સાથે આગ લાગતા બસમાં સવાર મુસાફરો અને ચાલકનો સમયસુચકતા વાપરી ઉતરી ગયા હતા. આગ લાગતા હાઇવે પર અફરાતફરી સર્જાઈ હતી. અને આસપાસ લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. ઘટનાને લઈને AMC ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક પોલીસ અને પ્રહલાદ નગર ફાયર સ્ટેશન ખાતે થી બે ફાયર ફાયટર વાહનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવી ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો છે. ડ્રાઇવર ના જણાવ્યા મુજબ એન્જિનમાં ઓઈલ પાઇપ લીક થતાં આગ લાગવાની શકતા પ્રાથમિક રૂપે વ્યક્ત કરી હતી.
સબ નસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો.

