બોપલના TRP મોલમાં ભીષણ આગ લાગતા બ્રિગેડ કોલ જાહેર કરતા 22થી વધુ ગાડીઓ દોડી, 2 કલાક બાદ આગ પર કાબુ

બોપલ બજાર નજીક આવેલા TRP મોલમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી બિલ્ડિંગના ટોપ ફ્લોરમાં ગેમિંગ ઝોનમાં રહેલા સાધનોમાં અગમય કારણોસર આગ જોત જોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા દુર દૂર સુધી ધુમાડા દેતા આસપાસના વિસ્તારમાં અફરતફરી સર્જાઈ હતી, આગ લાગતા મોટી સંખ્યામાં લોકો રોડ પર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં તાતકાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા, આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરતાં 22 થી વધારે ફાયરના વાહનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. સાથે બચાવ માટે પોલીસ સહીત 3 એમ્બ્યુલન્સ તહેનાત કરાઈ હતી.
મોલમાં પાંચમા માળે લાગેલી આગ છેક નીચેના ભાગ સુધી પહોંચી ગઈ છે. મોલમાંથી કેટલાક લોકોને રેસ્કયું કરી સલામત ઉતારી લેવામાં આવ્યા હતા. અંદાજે 100 AMCના ફાયરના જવાનોએ 2 કલાકની ભારે જહેમતથી બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ સુધી આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.

Social