ગાંધીનગર જિલ્લામાં ધુળેટી નો તહેવાર ગોઝારો બન્યો 18 વ્યક્તિ નદી કેનાલમાં ડુબ્યા : 10 હજુ લાપતા

રાજ્યમાં એકબાજુ ધુળેટી નો તહેવાર રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે. તો બીજી તરફ એકલા ગાંધીનગર જિલ્લા ની આસપાસ ધુળેટી નો તહેવાર મનાવવામાં મશગુલ બની નદી તથા કેનાલમાં નાહવા ઉતરેલા ૧8 જેટલા લોકો ડુબી જવાના બનાવોથી માતમ છવાઈ જવા પામ્યો છે. જેમાં અંબોડમાં બે, ભાટમાં બે, રાચરડામાં પાંચ અને ઉનાલી પાસે કેનાલમાં આઠ યુવાનો ડૂબ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જેમાં એક યુવાન બચાવી લેવાયો છે. તો સાત યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે અને દસ લાપતા યુવાનોની શોધખોળ ચાલી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો તો મુજબ માણસા પાસે અંબોડ ગામે સાબરમતી નદીમાં માણસા પાસેના ધોળા કુવા ગામ ના યુવાનો ટેમ્પો લઈ આજે ધુળેટી નો તહેવાર મનાવવા આવ્યા હતા અને નદીમાં નાહવા પડતા ત્રણ જેટલા યુવાનો ડૂબી ગયા હતા. તેમાંથી એક યુવાન બચી ગયો છે, એકની લાશ હાથ લાગી છે. જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ભાટમાં બેમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. રાચરડામાં પાંચમાંથી હજુ ચાર વ્યક્તિઓ લાપતા છે. કલોલના ઉનાલી પાસે કેનાલમાં આઠ યુવાનો ડૂબ્યા હતા જેમાં ચારનાં મૃતદેહ મળી આવ્યા છે અને બાકીના વ્યક્તિઓની શોધખોળ ચાલું છે.

Social