ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર એમ્યુલન્સ સાથે ટ્રક અથડાતાં 3ના મોત

સુરેન્દ્રનગરના ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એમ્યુલન્સ સાથે ટ્રક અથડાતાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર, દર્દીની બહેન અને દર્દીની દીકરીનું કરૂણ મોત થયું હતું.
સૂત્રોના કહેવા મુજબ ચોટીલાના રાજપરાના35 વર્ષીય કાજલબેન હરેશભાઈ મકવાણા ચોટીલા રેફરલ હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતાં ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ ખસેડવા કહેતા દર્દી કાજલબેન હરેશભાઈ મકવાણા,તેમની દીકરી અને તેમનાં મોટાબેન અને બનેવી તથા પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા નીકળ્યાં હતાં. ત્યારે રાત્રે ચોટીલાથી રાજકોટ તરફ નજીક એમ્બ્યુલન્સ ટ્રક સાથે એકએક અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર અકસ્માત થતાં લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાઇ હતી. લોકોએ 108ને જાણ કરતાં 108ની મદદથી ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડયા હતા જ્યાં ગીતાબેનને મૃત જાહેર કર્યાં હતાં. તેમજ પાયલ મકવાણા અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિજયને રાજકોટ સારવાર મળે તે પહોંચતા પહેલાં મૃત્યુ પામ્યાં હતાં.
સમગ્ર બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. ચોટીલા રાજકોટ હાઇવે પર અગાઉ અનેક ગંભીર અકસ્માતના બનાવો બની ચૂક્યા છે. ત્યારે અકસ્માત રોકવા માટે પુરઝડપે જતાં વાહન ચાલકો સામે પોલીસ વિભાગે ખાસ મુહિમ ઉપાડી જરૂરી છે.

Social