માણસામાં રોડ વચ્ચે કેમ ઉભો છે તેવું કહેતા 4 શખ્સોએ ત્રણ યુવાનો પર ધોકા વડે કર્યો હુમલો

ગાંધીનગરના માણસામાં રોડ વચ્ચે કેમ ઉભો છે તેવું કહેતા 4 શખ્સોએ ત્રણ યુવાનો પર ધોકા વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, સમગ્ર ઘટના અંગે આરોપીઓ સામે માણસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જાહેરમાં જીવલેણ હુમલાથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે રહેતા પોપટજી ગોવિંદજી વાઘેલા ઘરે હાજર હતા તે વખતે તેમનો ભત્રીજો રોહિતજી અશોકજી વાઘેલા તેનું બાઈક લઈને તે ફરિયાદીના ભાભીને લઈ ખેતરમાંથી ઘરે આવતો હતો તે વખતે જોગણી માતાના મંદિર પાસે રોડ વચ્ચે ઠાકોર નિકુલજી ભરતજી ઉભા હતા તેથી ફરિયાદીના ભત્રીજાએ રોહિતજીને કહ્યું કે તું રોડ વચ્ચે કેમ ઉભો છે મારે બાઈક લઈને જવું છે તેમ કહેતા નિકુલ બોલાચાલી કરવા લાગ્યો હતો તે વાત ફરિયાદીના ભત્રીજાએ ઘરે આવીને કરતા ફરિયાદી તથા તેનો ભત્રીજો તથા તેમના ભાઈ અશોકજી નિકુલના ઘરે ઠપકો આપવા માટે ગયા હતા ત્યારે નિકુલના પપ્પા ભરતજી પણ ઘરે હતા અને આ નિકુલ થતા ભરતજી કહેવા લાગ્યા તે તમારા ઘરે કેમ આવે છો તેમ બોલી જેમ મન ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. અને તેમનું ઉપરાણું લઈને વનરાજજી ભરતજી ઠાકોર તથા વિશાલજી રાજુજી તલવાર લઈને આવેલા અને માર મારવા લાગ્યા હતા બાદમાં ઇજાગ્રસ્તને માણસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અંતે પોપટજી ગોવિંદજી વાઘેલાએ માણસા પોલીસ મથકમાં નિકુલજી ભરતજી ઠાકોર, વિશાલજી ભરતજી ઠાકોર, વનરાજજીભાઈ ઠાકોર તથા ભરતજી ઠાકોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Social