વિરમગામ ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરાયો

વિરમગામ ડિવિઝનમાં આવતા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો પોલીસ વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીની ઉપસ્થિતમાં નાશ કરાયો છે. વિરમગામ – વલાણા બાયપાસ રોડ પર ખાનગી ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો લાવી નાશ કરવામાં આવ્યો હતો. વિરમગામ નાયબ કલેકટર વિરેન્દ્ર દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, મામલતદાર સહિત અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Social