સાણંદમાં મહિલાની જાણ બહાર ગઠિયાએ ક્રેડિટ કાર્ડમાંથી રૂ.96 હજારની ઓનલાઈન ખરીદી કરી છેતરપિંડી આચરી

સાણંદની એક મહિલાની જાણ બહાર તેના ક્રેડિટ કાર્ડમાથી ગઠિયાએ રૂ.96 હજારની ઓનલાઈન ખરીદી કરી મહિલા સાથે છેતરપિંડી આચરતા મહિલાએ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ શહેરના સુકિર્તી સિલ્વર એપાર્ટમેન્ટ ખાતે પરિવાર સાથે રહેતા શિતલબેન હસ્મિતકુમાર કમાણીએ સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર ગઇ તા.5 સપ્ટેમ્બર 2023 ના રોજ તેઓના ફોનમાં એક્સીસ બેંક ક્રેડીટ કાર્ડ માંથી ફોન આવેલ અને જણાવેલ કે, તમારૂ પેમેન્ટ બાકી બોલે છે. જેથી તેઓએ તપાસ કરતા જાણવા મળેલ કે, તેઓના એક્સીસ બેંકના ક્રેડીટ કાર્ડ માંથી ગઈ તા.17/07/2023 ના રોજ સવારના આશરે અગીયારેક વાગ્યાના સુમારે રૂ.87,115/- તથા રૂ.9171/- ની ખરીદી કરવામાં આવેલ છે. જ્યારે તેઓના ક્રિડીટ કાર્ડની લીમીટ રૂ.98 હજારની છે. અને તેઓએ કોઈ ખરીદી કરેલ ન હોવાનું ફરિયાદમાં જણાવ્યુ હતું. બનાવ અંગે તેઓએ ઓનલાઈન સાયબર હેલ્પ લાઈનમાં ફરીયાદ નોંધાવેલ અને કોઇ અજાણ્યા ઈસમે તેઓના એક્સીસ બેંકના ક્રેડીટ કાર્ડમાંથી ઓનલાઇન ખરીદી કરી કુલ રૂ.96,286નુ ફોડ કરતાં સાણંદ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Social