સાણંદની મંગલમુર્તિ સોસાયટીના બંધ મકાનમાંથી રૂ.1.78 લાખની મત્તાની ચોરી થઈ

સાણંદ પંથકમાં વાહન ચોરી બાદ હવે ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. સાણંદ શહેરમાં વિરમગામ હાઇવે આવેલ મંગલમુર્તિ સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરે રૂ.1.78 લાખની ચોરી કરી ફરાર થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બનાવને લઈને ઘરમાલિકે સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સાણંદમાં મંગલમુર્તિ સોસાયટીમાં મકાન નબર 16માં નિરંજનભાઈ કાળીદાસભાઈ પરમાર રહે છે (હાલ રહે. કાસીન્દ્રા તા.દસ્ક્રોઈ) તેઓ મકાનને લોક કરી બહુચરાજી ગયા હતા અને ત્યાંથી તેઓ કાસીન્દ્રા ગયા હતા તે દરમ્યાન અજાણ્યા ચોર ઇસમે આ મકાનના દરવાજાનો નકુચો તોડી તિજોરીમાંથી સોના અને ચાંદીના અલગ અલગ દાગીના અને રોકડ મળી રૂ. 1.78 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયો હતો. તેઓના ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં ચોરી અંગે સોસાયટીના લોકોને જાણ થતાં નિરંજનભાઈને જાણ કરતાં કાસીન્દ્રા થી સાણંદ તેઓના મકાને દોડી આવ્યા હતા બનાવ અંગે નિરંજનભાઈએ સાણંદ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Social