ધૂળેટી પર્વ પર સાંતેજ કેનાલમાં યુવક ડૂબેલ યુવકની લાશ 48 કલાક બાદ ગોધાવી કેનાલમાંથી મળી

અહેવાલ : રાજદીપસિંહ વાઘેલા ગોધાવી


સાંતેજ કેનાલમાં ધૂળેટી દિવસે બનાસકાંઠાના ખેરાલુનો 24 વર્ષીય યુવકનો પગ લસપી જતાં કેનાલના પાણીમાં ડૂબી જતાં પાણીના પ્રવાહમાં યુવકની લાશ તણાઇ હતી. યુવકના પરિવારના લોકોએ પોલીસને જાણ કરી કેનાલના પાણીમાં લાશની શોધખોળ કરતાં 48 કલાક બાદ ગોધાવી ગામ નજીક આવેલ કેનાલમાં તણાઇ આવતા કેનાલના પાણીમાંથી બહાર કાઢી હતી અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ખેરાલુ ખાતે રહેતા આશરે 24 વર્ષીય સતારભાઈ મીર ધૂળેટીના દિવસે સાંતેજ નર્મદા કેનાલ તેઓનો પગ લપસી જતાં એકાએક કેનાલના પાણીમાં સતારભાઈ પડતાં ડૂબી જતાં લોકોને જાણ થતાં તેઓના પરિવારને જાણ કરી હતી અને ઘટના અંગે સાંતેજ પોલીસને જાણ કરતાં પોલીસે જાણવા જોગની નોંધ કરી કેનાલમાં સતારભાઈની લાશને શોધખોળ હાથ ધરી હતી. આશરે 48 કલાક બાદ ગોધાવી કેનાલના પાણીમાં સતારભાઈની લાશ હોવાની જાણ પરિવારને થતાં બોપલ પોલીસને જાણ કરતાં લાશને પાણીમાંથી બહાર કાઢી પી.એમ માટે લઈ જવામાં આવી અને બોપલ પોલીસે આ અંગે કાર્યવાહી શરૂ કરી છે.

Social