ભાડજની કેનાલમાં ડૂબેલ અમદાવાદના યુવકની લાશ તેલાવ કેનાલમાં તણાઇ આવી

અમદાવાદના નારણપુરામાં રહેતા પરિવારના 5 લોકો ધૂળેટી રમી ભાડજ પાસેની કેનાલમાં 19 વર્ષીયયુવક હાથ પગ ધોવા જતા તેનો યુવકનો પગ લપસી જતા તે પાણીના પ્રવાહમાં ડૂબી જતાં તેને બચાવા માટે પરિવારના અન્ય 4 લોકો કેનાલમાં જતા કુલ 5 લોકો ડૂબી ગયા હતા ત્યારે એકની લાશ એજ દિવસે કેનાલમાંથી મળી હતી અને અન્યની લાશ શોધખોળ કરતાં અંતે 2 દિવસ બાદ પ્રથમ ડૂબેલ 19 વર્ષીય યુવકની લાશ સાણંદના તેલાવ કેનાલમાંથી મળતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મૂળ સાણંદ તાલુકાનાં વિરોચનનગરના અને હાલ અમદાવાદ શહેરના નારણપુરા ખાતે હરીઓમ નગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા પ્રહલાદભાઇ શંકરભાઇ નાયકના પરિવારના સભ્યો ગત 25 માર્ચના રોજ ધૂળેટી રમી ભાડજ કેનાલમાં હાથ પગ ધોવા માટે તેઓનો 19 વર્ષીય દીકરો હર્ષદ પ્રહલાદભાઇ નાયકનો પગ લપસતા કેનાલના પાણીમાં પડતાં તેને બચાવવા માટે પરિવારના પ્રેમ,ધનરાજભાઇ, મનિશાબેન,રેખાબેન બચાવવા માટે પાછળ કેનાલના પાણીમાં જતા તેઓ કેનાલના પાણીમાં તણાયા હતા ઘટનાને લઈને પરિવારના સભ્યોએ ફાયર વિભાગને જાણ કરતાં ત્યારે ધનરાજભાઈના મૃતદેહને પાણીમાંથી કાઢ્યો હતો અને અન્ય સભ્યોની તપાસ શરૂ કરી હતી. 27 માર્ચે સવારે સાણંદના તેલાવ કેનાલમાં હર્ષદની લાશ તણાઇને આવતા પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરતાં પાણીમાંથી લાશને બહાર કાઢી હતી બનાવને લઈને સાણંદ પોલીસે અકસ્માતે મોતની નોધ કરી કાર્યવાહી શરૂ કરી છે.
આમ એક જ પરિવારના 5 લોકો કેનાલના પાણીમાં ડૂબી જતા પરિવાર પર આભ ફાટયું હતું.

Social