સાણંદ શહેરના નળ સરોવર રોડ પર રાહદારીને આઇસર ચાલકે અડફેટે લેતા મોત
સાણંદ શહેરના નળ સરોવર રોડ પર બાયપાસ થી દેવ હોટલ બાજુ જતાં રોડ પર જતાં એક રાહદારીને રોડ પર બેફામ રીતે જતાં આઇસરે અડફેટે લેતા ઇજાગ્રસ્તનું વધુ સારવાર મળે તે પહેલા મોત થયું હતું. બનાવને પગેલ સાણંદ પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનના બાસવાડાના ટીડીયાદેવના હાલ સાણંદ શહેરના નળ સરોવર રોડ પર દેવ હોટલની દુકાનમાં ભાડેથી 55 વર્ષીય નાથુભાઈ કાલીયા અમલીયાર પરિવાર સાથે રહે છે. સાંજના આશરે સાડા છ વાગ્યાના સુમારે નાથુભાઈ કાલીયા અમલીયાર સાણંદ નળસરોવર રોડ બાયપાસ થી ચાલતા ચાલતા દેવ હોટલની રૂમ તરફ જતાં હતા તે દરમ્યાન એક આઇસર નોચાલકે તેની આઇસર પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી નાથુભાઈને ટકકર મારતા તેઓને શરીરે ગંભીર ઈજા પહોચી હતી બીજી તરફ રોડ પર અકસ્માત થતાં લોકો આસપાસથી દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સાણંદ સરકારી હોસ્પીટલમા ખસેડયા હતા જ્યાં તેઓની પ્રાથમીક સારવાર કરી વધુ સારવાર માટે અમદાવાદ સોલા સીવીલ હોસ્પીટલ ખાતે લઇ જતા હતા ત્યા સાણંદની બહાર આવતા નાથુભાઈનું મોત થયું હતું.
અકસ્માત અંગે મૃતકના પુત્ર પ્રકાશભાઈ નાથુભાઈ અમલીયારએ સાણંદ પોલીસમાં આઇસર ચાલક સામે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
