સાણંદની મંગલમુર્તિ સોસાયટીના બંધ મકાનમાં રૂ.1.78 લાખની ચોરી કેસમાં પોલીસે 3 ટીમો બનાવી તપાસ હાથ ધરી
તાજેતરમાં સાણંદ શહેરના મંગલમુર્તિ સોસાયટીના બંધ મકાનમાં ચોરે દરવાજાનો નકૂચો તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી રૂ.1.78 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં બનાવને લઈને ઘર માલિક નિરંજનભાઈ કાળીદાસભાઈ પરમારે સાણંદ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ અંગે સાણંદ પી.આઈએ ચોરને ઝડપી લેવા માટે પોલીસની અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી છે, સીસીટીવી ચકાસણી શરૂ કરી સાથે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સની મદદ લઈ તપાસ હાથ ધરી છે.








