આણંદ પાસે ટ્રક ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ચાલકનું મોત, એકને ઇજા

       આણંદના રામનગર નજીક રોડની સાઈડમાં ઝાડ સાથે એક ટ્રક ધડાકાભેર અથડાતા ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું અને અન્ય એકને ઇજાઓ થઈ હતી 
       રામનગર નજીક નેશનલ હાઈવે નંબર એક ટ્રક પુર ઝડપે પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રકના ચાલકે એકાએક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં ઝાડ સાથે એકાએક અથડાતા ચાલકને ગંભીર ઈજાગ્રસ્ત થતાં મોત થયું હતું જ્યારે 

આણંદ તાલુકાના રામનગર નજીક રાત્રીના સમયે પુરપાટ ઝડપે પસાર થતી ટ્રક રોડની સાઈડમાં ઉતરી જઈ ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચવાથી ટ્રકચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. ક્લિનરને ગંભીર ઇજાઓ થઈ હતી.
હાઇવે પર અકસ્માત થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને ફસાયેલા લોકોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Social