રાજકોટના યુવાન સાથે લગ્નનું નાટક કરી અઢી લાખના ઘરેણાં લઈ ફરાર લૂંટેરી દુલ્હન ઝડપાઈ

આશરે 8 વર્ષ અગાઉ રાજકોટના એક યુવાન સાથે લગ્નનું નાટક કરી દુલ્હન રૂ.2.50 લાખ લાઇ ફરાર થઈ હતી જે કેસમાં પોલીસે ટોળકીના 5 આરોપીને પકડી લીધા હતાં, પરંતુ લૂંટેરી દૂલ્‍હન એવી મહિલા હાથમાં આવી ન હોતી. જેને રાજકોટ પોલીસે છોટુઉદેપુરમાંથી ઝડપી લીધી હતી.

      સૂત્રોના કહેવા મુજબ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં ગત વર્ષ 2016માં એક યુવકે ફરિયાદ નોંધાવી હતી,  જેમાં એક યુવાનને લગ્ન કરવા માટે એજન્‍ટ મારફતે નર્મદા જિલ્લાના તીલવાડા તાબેના ધણસીદા ગામની યુવતી ગીતા ઉર્ફ સંગીતા પ્રવિણભાઈ તડવી સાથે લગ્ન કર્યા હતા, આ યુવતી પરણેલી હોવા છતાં તે કુવારી છે તેવું કહી તેના લગ્ન યુવાન સાથે કરાવી દેવાયા હતાં. તેના બદલામાં એક લાખ રોકડા મેળવી લેવાયા હતાં. લગ્નના બીજા જ દિવસે ગીતા ઉર્ફ સંગીતા માવતરે કામ છે તેમ કહીને નીકળી ગઇ હતી. ત્યારબાદમાં જાણ થઈ કે તે ઘરમાંથી રૂ.અઢી લાખના દાગીના પણ લઇ ગઇ છે.                
               આ બનાવને લઈને સંગીતા ઉર્ફ ગીતા સાથે ઇશ્વર ફુલજી તડવી, અનસુયા ઇશ્વર, જશી વેચા તડવી, મયુર ઝવેર ગોટી, રમણ રણછોડ પટેલ અને સામત જોગા જોગરાણા નામાના લોકો વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી પોલીસે અનસુયા, મયુર, જશી, ઇશ્વર અને રમણને ત્યારે પકડી લીધા હતાં. જ્યારે લૂટેરી દુલ્‍હન બનેલી ગીતા ઉર્ફ સંગીતા સાત વર્ષથી ફરાર હતી. તેને  છોટાઉદેપુરના સંખેડાના ખુનવાર ગામેથી બાતમી આધારે ગીતા ઉર્ફ સંગીતાને ઝડપી પાડી હતી. આમ 8 વર્ષે લૂંટેરી દુલ્હન ઝડપાઈ છે.
Social