સાણંદમાં રાહદારીને ટક્કર મારી ચાલક આઇસર મૂકી ફરાર થતા પોલીસે સરખેજથી દબોચ્યો

સાણંદના બાયપાસ પાસે રોડ પર રાહદારીને અડફેટે લઈ આઇસર મૂકી ફરાર થયેલ ચાલકને સાણંદ પોલીસે ગણતરીના કલાકોમાં સરખેજથી પકડી લીધો હતો.
બે દિવસ અગાઉ સાણંદના નળ સરોવર રોડ પર દેવ હોટલ પાસે રહેતા અને મૂળ રાજસ્થાન 55 વર્ષીય નાથુભાઈ કાલીયા અમલીયાર સાણંદના બાયપાસથી ચાલતાં રૂમ તરફ જતાં હતા. ત્યારે એક આઇસર ચાલકે નાથુભાઈને ટક્કર મારતાં શરીરે ગંભીર થતાં મોત થયુ હતું. અને અકસ્માત બાદ આઇસર ચાલક તેનું વાહન મૂકી ફરાર થયો હતો. બનાવ અંગે મૃતકના પુત્ર પ્રકાશભાઈએ સાણંદ પોલીસમાં આઇસર ચાલક સામે ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સાણંદ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એ.જાદવએ આઇસર ચાલકને પકડવા તાત્કાલિક ટિમ બનાવી હતી. જેમાં એ.એસ.આઈ મુમતાજબેન અજમેરી, પો.કો મુસ્તાકભાઈ બુખારી, પો.કો રવિન્દ્રભાઈ સહીત પોલીસ ટીમે તાપસ હાથ ધરી હ્યુમન સોર્સની મદદથી બાતમી આધારે ફરાર આઇસર ચાલક બાલીસીંગ ગોદાનસિંગ જાદવ (રહે.સરખેજ મૂળ ઉત્તરપ્રદેશ)ને ગણતરીના કલાકોમાં સરખેજથી પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Social