સાણંદના શાંતિપૂરાથી સરખેજ ચોકડી સુધીનો હાઇ-વે બિસમાર
સાણંદ થી સરખેજ તરફ જવાના હાઇવે માર્ગ પર શાંતિપુરા બ્રિજ થી સરખેજ સાણંદ ચોકડી સુધીનો હાઈવે રોડ ઘણા મહિનાઓથી ભારે બિસમાર હાલતમાં થઈ જવાના કારણે અહીંથી દરરોજ પસાર થતા હજારો વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
સાણંદના શાંતિપુરા બ્રિજ નીચે થી સરખેજ ચોકડી સુધીના આ રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. ટુ વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. અગાઉ તંત્રએ આડેધડ રોડનું સમારકામ કરી થીગડા કરી રોડનું લેવલિંગ ન કરતાં અકસ્માતનો ભય પણ રહેલો છે. સાણંદ, વિરમગામ, માંડલ, દેત્રોજના તાલુકાનાં લોકો અમદાવાદ અભ્યાસ, નોકરી માટે આ હાઇવેનો મુખ્યતે ઉપયોગ કરતાં હોય છે. વળી રાત્રિના સમયે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટનું પૂરતું અજવાળું ન હોવાના કારણે મોટા ખાડામાં ટુ વ્હીલ ચાલકો ધકડાભેર ખાડામાં પટકવાની અનેક વખત ઘટના સામે આવી છે જેમાં ચાલકોને નાના મોટી ઇજાઓ પણ પહોચે છે અને ગંભીર અકસ્માતની ભીતિ પણ ખાડના કારણે ચાલકોને સતાવી રહી છે.
આ રોડનું પાકાપાયે સમારકામ કરી નવીનીકરણ કરવામાં આવે તેવી વાહન ચાલકોની ઉગ્ર માંગ ઉઠી છે.
