રૂપાલા વિરુદ્ધ સાણંદ ક્ષત્રિય સમાજની લાલ આંખ : સંમેલન યોજી આવેદનપત્ર અપાશે

પરષોત્તમભાઇ રૂપાલાના વિવાદિત નિવેદન થી ક્ષત્રિય અસ્મિતાને ભારોભાર ઠેસ પહોંચી અને ક્ષત્રિય સમાજનો આક્રોશનો ચરું આસમાને છે, ત્યારે કરણી સેના દ્વારા જણાવાયુ હતું કે રાજપૂત ક્ષત્રિય સમાજ વડીલો અને યુવાનો ઉપર ફરિયાદ થઇ રહી છે અને માતૃ શક્તિને પોલીસ પરેશાન કરી રહી છે એવા વિકટ સમયે સમગ્ર સાણંદ તાલુકા ક્ષત્રિય સમાજ સંમેલન 1.04.2024, સોમવાર સવારે 9.00 કલાકે મહારાણા પ્રતાપ સિંહજી પ્રતિમા સ્થળ એકલિંગજી રોડ સાણંદ મા આગેવાનો, વડીલો, યુવાનો તેમજ અન્ય સમાજના મિત્રો,વડીલો પણ સ્વયંભુ પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી સમજી આવેદન પત્ર આપવા માટે
શ્રી રાજપુત કરણી સેના
શ્રી રાજપુત વિકાસ સંઘ
શ્રી ક્ષત્રિય યુવક સંઘ
તમામ ક્ષત્રિય સમાજ દ્વારા સાણંદના યુવાઓ વડીલો તમામને આ નિમિત્તે ઉપસ્થિત રહેવા આહવાન કરાયું છે.

સોશિયલ મીડિયામાં ફરતું થયેલ પોસ્ટર
Social