સાણંદમાં ચોરી કર્યા બાદ એક વર્ષથી ફરાર ઈસમને LCBએ પકડ્યો

ગત વર્ષ 2023ના માર્ચ મહિનામાં સાણંદના નળ સરોવર રોડના કરણનગર સોસાયટીના એક બંધ મકાન ચોરે તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના,રોકડ મળી કુલ કિં.રૂ.3.84 લાખની મતાની ચોરી કરી ચોર ઈસમો ફરાર થતા સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી હતી. જે કેસમાં ગત સપ્ટેમ્બર મહિનામાં મુખ્યસૂત્રધારને પકડી લીધો હતો જ્યારે ચોરીમાં સંડોવાયેલ અન્ય એક ઈસમ એક વર્ષ બાદ પોલીસના સાણસામાં આવ્યો છે.
અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ તપાસ હાથ ધરી હતી અને એ.એસ.આઈ અજયસિંહ ચૂડાસમા અને પો.કો મહેન્દ્રસિંહ સોલંકીએ હ્યુમનસોર્સની મદદ મેળવી બાતમી આધારે સાણંદમાં બંધ મકાનમાં ચોરી કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર સલીમ ગુલામ રહેમાન શેખ (રહે.હાલ. ફતેવાડી અમદાવાદ મુળ રહે. કવકુકરી તા.મોડાસા)ને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Social